Service Alert
Le 1 juillet, Fête du Canada
À l’occasion de la Fête du Canada, le CAÉB sera fermé le mardi 1 juillet. Les heures d’opération régulières reprendront le mercredi 2 juillet. Nous vous souhaitons un bon congé!
À l’occasion de la Fête du Canada, le CAÉB sera fermé le mardi 1 juillet. Les heures d’opération régulières reprendront le mercredi 2 juillet. Nous vous souhaitons un bon congé!
Articles 1 à 6 sur 6
Par Gujarat Rajya Pathyapustak Mandal. 2023
Par Gujrat Rajya Pathyapustak Mandal. 2020
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે ધોરણ 12 માટે અર્થશાસ્ત્ર વિષયનો સારાંશ પ્રકાશિત કર્યો છે. પુસ્તકનો હેતુ વિદ્યાર્થીઓને આર્થિક ખ્યાલો, નાણાકીય…
વિશ્લેષણ અને આર્થિક વ્યવહારોનું જ્ઞાન આપવાનો છે. ધોરણ 12 અર્થશાસ્ત્રની પાઠ્યપુસ્તકમાં આર્થિક ગણતરીઓ, નાણાકીય વિશ્લેષણ, માનકીકરણ, આર્થિક સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ તેમજ આર્થિક અને વ્યવસાય-સંબંધિત મુદ્દાઓ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા છે. તે વિદ્યાર્થીઓને આર્થિક ઘટનાઓનું વિશ્લેષણ અને સમજવાની ક્ષમતાથી સજ્જ કરે છે. અભ્યાસક્રમ અર્થશાસ્ત્ર અને વહીવટી સેવાઓમાં કારકિર્દી બનાવતા વિદ્યાર્થીઓને પણ પૂરી પાડે છે. તે અદ્યતન વિષયોને બાકાત રાખે છે પરંતુ આર્થિક વિશ્લેષણ, વ્યવહાર પ્રક્રિયાઓ, કાર્યક્ષમતા અને નીતિઓનો સમાવેશ કરે છે. વધુમાં, ધોરણ 12 અર્થશાસ્ત્રની પરીક્ષાઓમાં વૈજ્ઞાનિક સાધનો જેવા કે આર્થિક પ્રવાહો, ગણતરીઓ અને આલેખનો સમાવેશ થાય છે. સારાંશનો હેતુ વિદ્યાર્થીઓની આર્થિક વિશ્લેષણની સમજ વધારવાનો છે અને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં વધુ અભ્યાસ માટે પાયો પૂરો પાડે છે.આ પુસ્તક ધોરણ ૧૦ની સામાજિક વિજ્ઞાન બોર્ડ પરીક્ષા માટેનો માર્ગદર્શક છે. તે નવનીત પરીક્ષણી પેટર્નનું પાલન કરીને વિવિધ પ્રકારના પ્રશ્નો…
અને તેના ઉત્તરોનો સમાવિષ્ટ કરે છે. માર્ગદર્શક પાઠ્યપુસ્તકનાં બધાં પ્રકરણોનાં વિસ્તૃત ઉત્તરોનું આપવાનું લક્ષ્ય રાખે છે. તે વર્ણનાત્મક અને ઉદ્દીષ્ટ-પ્રકારના પ્રશ્નો, જેનાંમાં મલ્ટિપલ ચોઈસ પ્રશ્નો (MCQs), ખરા-ખોટા પ્રશ્નો, અને ટૂંકા ઉત્તર પ્રશ્નો સમાવિષ્ટ છે. પુસ્તક પ્રત્યેક પ્રકરણની વિસ્તૃત વિગતો આપે છે અને પરીક્ષા સમયગાળાની ઝડપી પુનરાવલોકન માટે તે અત્યંત ઉપયોગી બનશે.Par Dada Bhagwan. 2016
જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૫, આ ગ્રંથમાં દાદાશ્રીના જ્ઞાન પૂર્વેના વિવિધ પ્રસંગો આવરી લેવામાં આવ્યા છે. જે વાંચ્યા બાદ મુખ્યત્વે…
દાદાશ્રીને જ્ઞાન થયું તે પહેલા એમની અહંકારની વધતી જતી બળતરા, જાગૃત દશાના કારણે એ અહંકારની કૈડ સહન ન થવાની સ્થિતિ તેમજ સંસારમાં ચોગરદમ વધતી જતી વૈરાગ્ય દશા, ને જ્ઞાનદશા તરફ વધારે ને વધારે ઢળતી જતી આંતરિક દશાની ઝાંખી સ્પષ્ટપણે જોવા મળે છે. આ ગ્રંથમાં દાદાશ્રીના જ્ઞાન પૂર્વેના ઘણા પ્રસંગો સામાન્ય માણસના જીવનમાં બનતા હોય એવા જ છે, જેમાં એમનાથી પણ એવી જ ભૂલો થઈ હોય. પણ વિશેષતા એ છે કે એકવાર ભૂલ સમજાયા પછી એના પર અસ્ખલિત તેમજ અસામાન્ય વિચારધારા, મનોમંથન, સંશોધન અને તારણો આ બધું જ એમનામાં જ્ઞાની પુરુષના લક્ષણોની ઝાંખી કરાવી જાય છે. દાદાશ્રીને ધંધાની બહુ પડેલી નહીં, પણ તેઓ મોક્ષમાર્ગના પાકા વેપારી હતા. પોતાને ભેગા થતા દરેક સંજોગોનું ચોગરદમથી એનાલિસીસ કરી (તારણ કાઢી), એમાંથી કુદરતના ગૂઢ સિદ્ધાંતો શોધી કાઢવાનો શોખ પણ એમને નાનપણથી જ હતો. ટી.વી., રેડિયો, એર કંડિશન, ઘડિયાળ જેવી અનેક વસ્તુઓ કે જેને જગતે મોજશોખ અને સુખના સાધનો ગણ્યા છે, એમાંની એકેય વસ્તુ એમણે વસાવી નથી. ‘જીવ શી રીતે બંધાય છે? છૂટાય શી રીતે ? આ જગત કયા આધારે ચાલે છે ?’ વગેરેની નિરંતર વિચારધારા ચાલુ જ રહેતી. કલાકોના કલાકો આત્મા સંબંધી વિક્ષેપ રહિત વિચારધારા ચાલે. ભગવાને એને ‘જ્ઞાનાંક્ષેપકવંત દશા’ કહી છે. બહુ ઊંચી દશા કહેવાય આ ! જેના પરિણામ સ્વરૂપે આ આત્મજ્ઞાન પ્રગટ થયું. આ ગ્રંથનો અત્યંત વિનયપૂર્વક અભ્યાસ કરી અતુલ્ય એવા જ્ઞાની પુરુષને ઓળખીએ અને એમની સમ્યક્ સમજણને જીવનમાં ઉતારી જ્ઞાનશ્રેણીઓ ચઢીએ એ જ હૃદયની ભાવના !Par Dada Bhagwan. 2016
‘વ્યસન’, ‘addiction’ આ શબ્દ આ કાળમાં એટલો તે સામાન્ય થઈ પડ્યો છે, કે લોક ઘણાંખરાં અંશે કોઈ ને કોઈ રીતે…
આમાં ઝલાયેલા હોય છે. વ્યસન એ ખરેખર શું છે, કઈ રીતે પેસે છે, એનો આધાર શું છે, આધાર ખસેડવા શી રીતે વિગેરેની વિસ્તૃત સમજણ પરમ પૂજ્ય દાદા ભગવાન અત્રે ખુલ્લી કરે છે. આ પુસ્તકમાં દાદાશ્રીએ વ્યસનમાંથી મુક્ત થવાના વિવિધ ઉપાયો દર્શાવ્યા છે. જેમાંનો એક ઉપાય છે, ચાર સ્ટેપની અનોખી રીત, જેમાં (૧) વ્યસન એ ખોટું છે એનો દ્રઢ નિશ્ચય રાખીએ, (૨) કઈ રીતે ખોટું છે એની વિગત એકત્રિત કરી જાગૃતિમાં રાખીએ, (૩) નક્કી કર્યા છતાં જેટલી વાર ફરીથી વ્યસન થાય એટલી વાર પ્રતિક્રમણ-પ્રત્યાખાન કરીએ અને (૪) કોઈ એના માટે ભૂલ કાઢે, અપમાન કરે તોય એનું રક્ષણ ન કરીએ. જ્ઞાનપ્રાપ્તિ પછી પોતાનું અંદરનું સુખ પ્રાપ્ત થતા ઘણાયે મહાત્માઓ વ્યસનોમાંથી સહેજે મુક્ત થઈ જાય છે. છતાં જેને વ્યસનો ચાલુ હોય એમના માટે દાદાશ્રીએ લોકનિંદ્ય અને લોકનિંદ્ય નથી એવા વ્યસનનો ભેદ દર્શાવીને લોકનિંદ્ય વ્યસન સામે લાલબત્તી ધરી છે.Par Dada Bhagwan. 2016
વ્યસન એ ખરેખર શું છે, કઈ રીતે પેસે છે, એનો આધાર શું છે, આધાર ખસેડવા શી રીતે વિગેરેની વિસ્તૃત સમજણ…
પરમ પૂજ્ય દાદા ભગવાન અત્રે ખુલ્લી કરે છે. વ્યસન એ કઈ રીતે જોખમી છે, એની વિગતવાર સમજણ ફિટ કરાવી દે છે, કે જે સાચી સમજણ જ વ્યસન માટેનો એનો અભિપ્રાય ફેરવીને એક દિવસ એને એમાંથી મુક્ત કરીને રહેશે. આ પુસ્તકમાં દાદાશ્રીએ વ્યસનમાંથી મુક્ત થવાના વિવિધ ઉપાયો દર્શાવ્યા છે. જેમાંનો એક ઉપાય છે, ચાર સ્ટેપની અનોખી રીત, જેમાં (૧) વ્યસન એ ખોટું છે એનો દ્રઢ નિશ્ચય રાખીએ, (૨) કઈ રીતે ખોટું છે એની વિગત એકત્રિત કરી જાગૃતિમાં રાખીએ, (૩) નક્કી કર્યા છતાં જેટલી વાર ફરીથી વ્યસન થાય એટલી વાર પ્રતિક્રમણ-પ્રત્યાખાન કરીએ અને (૪) કોઈ એના માટે ભૂલ કાઢે, અપમાન કરે તોય એનું રક્ષણ ન કરીએ. જેને પોતાને વ્યસન છે એ વ્યક્તિ માટે તો આ પુસ્તકમાંથી ઘણી બધી ચાવીઓ મળશે જ પણ સાથે સાથે પોતાની નજીકની વ્યક્તિઓમાં કોઈને વ્યસન છે, તો એની સાથે પોતે કઈ સમજણ સાથે વ્યવહાર કરવો, એ અંગે દાદાશ્રીએ અર્પેલી સમજ પણ નવો જ દ્રષ્ટિકોણ બક્ષશે. જેથી કરીને પોતાને રાગ-દ્વેષ ના રહે અને સામી વ્યક્તિને પણ વ્યસનમાંથી બહાર નીકળવા માટેની પૉઝિટિવ સાઈન થાય.