Satya Ej Ishwar Chhe
Summary
પોતાના જીવનનાં પુખ્તમાં પુખ્ત ગણાય એવાં ત્રીસ વરસના ગાળા દરમ્યાન વિવિધ પ્રસંગોએ ગાંધીજીને પોતાના હૃદયમાંથી સચોટ રીતે બોલતા અગર લખતા આ પુસ્તકમાં વાચક જોશે. અનેક મોટી મોટી સિદ્ધિઓ મેળવનાર એક આધુનિક જમાનાના પુરુષે ઈશ્વર તેમ જ ધર્મના વિષયમાં જે કંઈ… વિચાર્યું તે બધું આજના કપરા કાળમાં ભણેલાંગણેલાં સ્ત્રીપુરુષોને પોતાની કેળવણીને માટે ઉપયોગી થયા વિના નહીં રહે... આપણા રાષ્ટ્રપિતા કેવા પ્રકારના પુરુષવિશેષ હતા તે સમજવા માગનારે આ પુસ્તક વાંચવું જાઈએ. આપણાં શાસ્ત્રોમાં અથવા બીજા ધર્મગ્રંથોમાં નવ હોય એવું ધર્મ વિશેનું કંઈ પણ શીકવાની કોઈને ઈચ્છા ન હોય એમ બને. પણ જેમને ચાહતા હતા અને આપણું રાષ્ટ્ર જેમનું ઋણી છે એવા અને વિરલ મહાપુરુષના માનસના એક પાસાનું આપણને અહીં દર્શન થાય છે.